બે વર્ષ બાદ એકવાર ફરી ઈદ પર સલમાનની ફિલ્મ ભારત રિલીઝ થશે.સલમાન તેની ફિલ્મને ખાસ દિવસોમાંજ રિલીઝ કરવાનું માને છે. ઈદ પર તેની જેટલી ફિલ્મો રિલીઝ થઈ છે તમામ ફિલ્મોએ ખુબ કમાણી કરી છે. આ વખતે પણ ઈદના મોકા પર સલમાન તેની ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ એક કોરિયન ફિલ્મની રીમેક છે.
બે વર્ષ બાદ ફરી એક વખત સલમાનની ”ભારત” નામની ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ સલમાન ખાનના બનેવી અતુલ અગ્નિહોત્રી કરી રહ્યો છે.આ ફિલ્મ સલમાનના હોમ પ્રોડ્કશનની ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન સલમાનના ”સુલ્તાન” ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરને સોંપવામાં આવ્યું છે. જેમના નિર્દેશનમાં બની રહેલી સલમાનની ફિલ્મ ”ટાઇગર જિંદા હૈ” આ વર્ષે ક્રિસમિસ પર આવી રહી છે.
સલમાન ખાનને લઇને આ પહેલા અતુલે ”બોર્ડીગાર્ડ” ફિલ્મ બનાવી હતી. જે 2011ની ઇદ પર રિલીઝ થઇ હતી, અને તે સફળ રહી હતી. ફિલ્મે 149 કરોડનું કલેકશન કર્યું છે. જો ગત વર્ષોમાં ઇદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની બાકીની ફિલ્મોની વાત કરવામાં આવે તો 2016ની ”સુલ્તાન” પણ સામેલ છે. જેણે 250 કરોડથી વધુ કમાણી કરી હતી. જ્યારે 2015માં ”બજરંગી ભાઇજાન”ને દર્શકોએ 350 કરોડની ઇદી આપી હતી. તો વળી, 2014માં ”કિક” ઇદ પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મે 232 કરોડ જમા કર્યા હતા. 2012માં ”એક થા ટાઇગર” ઇદ પર આવી હતી તેણે 199 કરોડનું કલેકશન કર્યું હતું. ઉપરાંત 2010માં આવેલી સલમાનની ”દબંગ” ફિલ્મે 140 કરોડ રૂપિયાનું શાનદાર કલેશન કર્યું હતું.
હવે આવતી આ ફિલ્મ ભારત ફરી એટલીજ સફળતા મેળવશે કે કેમ એ જોવાનું રહ્યું
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.