મુંબઈ : લોકડાઉનની શરૂઆતથી જ પનવેલ સ્થિત તેમના ફાર્મહાઉસમાં હાજર સલમાન ખાન ખેતીમાં હાથ અજમાવી રહ્યો છે. તેઓ સતત તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે, જેમાં તે ખેતી કરતો જોવા મળે છે. થોડા સમય પહેલા સલમાન એક વીડિયોમાં ટ્રેક્ટર ચલાવતો જોવા મળ્યો હતો અને હવે તેણે એક અન્ય વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ચોખાની ખેતી પૂર્ણ કરી છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, સલમાનની સાથે સાથે બીજા ઘણા લોકો પણ છે જે તેમને ખેતીમાં મદદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ખેતી કર્યા પછી સલમાનને હાથ-મોં ધોતા પણ જોઇ શકાય છે. સલમાને આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ચોખાની ખેતી પૂર્ણ થઈ ગઈ છે. આ વીડિયો ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા ચાહકો તેમની પસંદના સ્ટારને ફાર્મિંગ કરતો જોઈને ખૂબ ખુશ થયા છે. સલમાનની આ જ દેશી શૈલી પણ સુલતાન ફિલ્મમાં જોવા મળી હતી. આ જ કારણ છે કે ઘણા ચાહકોએ સલમાનને કમેન્ટ્સ સેક્શનમાં પ્રોત્સાહન આપતા કહ્યું – રે સુલતાન
https://twitter.com/BeingSalmanKhan/status/1285258911272931328