મુંબઈ : અભિનેતાથી ચોકીદાર બનેલા સવી સિદ્ધુની સ્ટોરી અને તેનો વિડીયોને લઈને ગયા અઠવાડિયે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ હતી. સવી સિદ્ધુએ અત્યાર સુધી ઘણા બોલિવુડ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ગુલાલ, બ્લેક ફ્રાઇડે, પટિયાલા હાઉસ અને બેવકૂફિયામાં એક્ટિંગ કરી ચૂકેલા સવી સિદ્ધુની વાસ્તવિક સ્થિતિ સામે આવ્યા બાદ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને તેમની આ જિંદાદિલીને સલામ કર્યું હતું. અભિનેતાનું કહેવું છે કે, તેમનું સ્વાસ્થ્ય ખુબ જ ખરાબ થઇ ગયું હતું, જેના કારણે તે કામ ચાલુ રાખી શક્યા ન હતા.
Hey guys please find me Savi Sidhu’s number, I really would love to help him. At times it’s so difficult to understand our industry. We show so much love and fake smiles, but bhai when u see your brother or friend in times of need then please support yaar. pic.twitter.com/acuJcqiBF3
— King Mika Singh (@MikaSingh) March 20, 2019
એવામાં તેમણે ચોકીદાર (વોચમેન)નું કામ શરુ કરી દીધું હતું. સવીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. તે જ સમયે, બૉલીવુડના ગાયક મીકા સિંહ સવી સિદ્ધુની મદદ કરવા માટે આગળ આવ્યા છે. મીકાએ એક પ્રોજેક્ટ પર કામ કરવા માટે સવીને ઓફર કરી છે. મિકાએ ભૂષણ પટેલની આગામી ફિલ્મ ‘આદત’માં કામ કરવા માટે સવીને ઓફર કરી છે. બિપાશા બાસુ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રહેશે. આ સાથે જ ફિલ્મમાં કરણ સિંહ ગ્રૉવર મુખ્ય હીરો હશે.
Here Savi Siddhu sends a message for you @MikaSingh ji ? pic.twitter.com/noZ36bzBCj
— Ranjeet S Shrinet (@Ranjeetjs) March 21, 2019
આટલું જ નહીં, સિંગર મીકાએ સવીને કહ્યું કે, હવે તમે સુરક્ષા રક્ષક તરીકેનું કામ કરવાનું બંધ કરો અને તેમની ટીમમાં જોડાઓ. અહેવાલો અનુસાર, સવીના એક મિત્રએ તેમને મીકાની આ ઓફર વિશે જણાવ્યું હતું. સવીએ કહ્યું કે – ‘મારા મિત્રએ મને જણાવ્યું કે, મિકા મને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પછી મીકાનો કોલ આવ્યો. મીકાએ ડાઇરેક્ટ મારી સાથે વાત કરી. મીકાએ કહ્યું કે, હવે તમે આ કામ કરશો નહીં. તમે મારા જૂથમાં આવી રહ્યા છો. બીજા દિવસે મીકાએ ઘરે ગાડી મોકલી. તેઓએ મને કેટલાક નવા કપડાં આપ્યા અને મને ખોરાક પણ આપ્યો. હું આગામી 10 દિવસમાં તેમની સાથે કામ કરવાનું શરૂ કરીશ.”