ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અહીં થયું હોવાથી પ્રચારનો પ્રારંભ પણ વડોદરાથી જ કરશે
આમિર ખાન ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ના પ્રચાર માટે શહેરોની મુલાકાત કરવા માટે તૈયાર છે. જોકે તે પોતાની આ ફિલ્મના પ્રચારની શરૂઆત વડોદરાથી કરવાનો છે. આમિરનો ગુજરાત સાથે ખાસ નાતો રહ્યો છે અને ‘સીક્રેટ સુપરસ્ટાર’નું મોટાભાગનું શૂટિંગ અકોટામાં કરાયું છે. એવામાં આમિર ઇચ્છે છે કે તે પ્રચારની શરૂઆત પણ આ જ શહેરથી કરે.
આમિર આ પહેલા પણ અનેક ફિલ્મોનું ગુજરાતમાં શૂટિંગ કરી ચૂક્યો છે અને તેથી તે વડોદરામાં ફિલ્મના પ્રચારને લઇને અત્યંત ઉત્સાહિત પણ છે.
અદ્વેત ચંદન દ્વારા લેખિત અને નિર્દેશિત ‘સીક્રેટ સુપરસ્ટાર’ આમિર ખાન, કિરણ રાવ, જી સ્ટુડિયોઝ અને આકાશ ચાવલા દ્વારા નિર્મિત છે. ફિલ્મ આ દિવાળીએ ૧૯ ઓક્ટોબરે નજીકના સિનેમાઘરોમાં પહોંચવાની છે.