મુંબઈ : શાહરૂખ ખાન કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું પૂર્ણ યોગદાન આપી રહ્યો છે. તેણે માત્ર એક મોટું દાન જ કર્યું નથી, પરંતુ ડોકટરો અને જરૂરિયાતમંદ લોકોની પણ મદદ કરી રહ્યો છે. શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરીએ તેમની ઓફિસને લોકો માટે કવોરેન્ટીન સેંટરમાં ફેરવી દીધી છે. આ સાથે, તે તમામ ઓનલાઇન કોન્સર્ટનો ભાગ પણ બની રહ્યો છે.
હવે કિંગ ખાને સોશિયલ મીડિયા પર તેની ટીમ Trinbago Knight Ridersની પ્રશંસા કરી છે. આ ટીમ આ મુશ્કેલ સમયમાં ગરીબોને ખોરાક પહોંચાડવાનું કામ કરી રહી છે.
વિદેશમાં વિસ્તૃત સહાય
ટ્વિટર પર શાહરૂખે લખ્યું, ‘હેડકો લિમિટેડ (HADCO Ltd. ) દ્વારા ‘Trinbago Knight Rider’ અને ‘Do the Knight thing’ સાથે હાથ મિલાવ્યા. તેઓ લોકડાઉન સમયે ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા જરૂરિયાતમંદોને 1 હજાર જેટલા ફૂડ હેપર્સનું વિતરણ કરે છે. મને તમારા બધા પર ગર્વ છે. આ ટ્વિટમાં શાહરૂખે ટીમ લોકોના ફોટા પણ શેર કર્યા છે.
.@tkriders collaborated with HADCO Ltd. to 'Do the Knight thing' & distribute as many as 1k food hampers to the needy who are struggling because of the lockdown in Trinidad & Tobago. Proud of u my boys! pic.twitter.com/wHAYgSvnNv
— Shah Rukh Khan (@iamsrk) May 8, 2020
તમને જણાવી દઇએ કે ક્રિકેટ આઇકોન કિરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો, ડેરન બ્રાવો, લેન્ડલ સિમોન્સ અને સુનીલ નારાયણે પણ હાડકો સાથે હાથ મિલાવ્યા છે.
શાહરૂખ ખાનની વાત કરીએ તો તે ભારતના ઘણા રાજ્યોમાં ફૂડ પેકેટ આપવા માટે કામ કરી રહ્યો છે. તેમની મીર ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ મળીને આ કરી રહ્યા છે. આ સાથે, તેઓ ડોકટરો માટે પી.પી.ઇ કીટ પણ પ્રદાન કરી રહ્યા છે. શાહરૂખ ખાન તાજેતરમાં જ ગ્લોબલ સિટિઝનના વર્ચ્યુઅલ કોન્સર્ટ વન વર્લ્ડ અને ઇન્ડિયાના આઈ ફોર ઈન્ડિયા કોન્સર્ટનો ભાગ બન્યો છે. આ બંને ચેરિટી કોન્સર્ટ હતા.