Shahrukh Khan Enjoying Paan at NMACC: અંબાણી ઈવેન્ટમાં શાહરૂખ ખાનનો પાન ખાતો વીડિયો કોઈએ ગુપ્ત રીતે બનાવ્યો, વીડિયો વાઈરલ…
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના લોકાર્પણમાં બોલિવૂડના સ્ટાર્સ એકત્ર થયા હતા. ઘણા સ્ટાર્સે સ્ટેજ પર પોતાનું ડાન્સ કૌશલ્ય બતાવ્યું, જ્યારે ઘણા સ્ટાર્સ કંઈક એવું કરતા જોવા મળ્યા કે તેનો વીડિયો તરત જ વાયરલ થઈ ગયો. બોલિવૂડના ‘પઠાણ’ (શાહરુખ ખાન)એ પણ આ પ્રસંગે તેની સુપરહિટ ફિલ્મ ‘પઠાણ’ના ટાઈટલ ટ્રેક પર જોરદાર ડાન્સ કર્યો હતો, જ્યારે તેના વીડિયોને ઘણી પ્રશંસા મળી હતી. હવે NMACC તરફથી શાહરૂખ ખાનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિંગ ખાન પાનનો આનંદ લેતો જોવા મળી રહ્યો છે.
પઠાણી કુર્તામાં જોવા મળ્યો કિંગ ખાન
NMACCના વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન બ્લેક પઠાણી કુર્તામાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન પાનના સ્ટોલ પાસે જોવા મળ્યો હતો. તેની સાથે હોલીવુડના બે સ્ટાર્સ પણ જોવા મળી રહ્યા છે.
https://www.instagram.com/reel/CqpCnicPKQ9/?utm_source=ig_embed&ig_rid=5eb34082-9eaf-400b-99c9-666f421bf2fa
આ વીડિયોમાં તમે જોશો કે શાહરૂખ ખાનને પાન માત્ર મોંઢામાં જ નથી નાખેલુ પણ તેને હાથમાં પાન પણ પકડેલો જોવા મળી રહ્યો છે. ઈવેન્ટમાં શાહરૂખ ખાનનો આ વીડિયો કોઈએ ગુપ્ત રીતે રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો. શાહરૂખને આ રીતે પાન માણતા જોવાનો વિડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
https://www.instagram.com/p/CqkJ-hFMfml/?utm_source=ig_embed&ig_rid=b18a2cdf-8c80-4abc-b079-4d039722095f
કિંગ ખાને આ ગીતો પર ડાન્સ કર્યો હતો…
અંબાણીની આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને માત્ર ‘પઠાણ’ પર જ નહીં પરંતુ ઘણી ફિલ્મોના ગીતો પર પણ ડાન્સ કર્યો હતો… જેમાં ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’નું ગીત ‘લે ગઈ લે ગઈ’ પણ સામેલ છે… આ ગીતનું રિહર્સલ કરતી વખતે એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં અનીશા અને શ્યામક દાવર કિંગ ખાનને સ્ટેપ્સ શીખવતા જોવા મળ્યા હતા.