મુંબઈ : શાહરૂખ ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ક્લાસ ઓફ 83 નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. લૂક પોસ્ટરમાં બોબી દેઓલનો ક્યારેય ન જોવા મળેલો અવતાર જોવા મળી રહ્યો છે. તે આઈપીએસ અધિકારી બન્યો છે. બોબીના જબરદસ્ત કોપ લુકથી ચાહકો પ્રભાવિત થયા છે.
બોબીનો ફિલ્મ લુક પોસ્ટર રિલીઝ
ફિલ્મનો ફર્સ્ટ લુક રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ પર શેર કરવામાં આવ્યો છે. ફોટામાં બોબી દેઓલ એક કાર્યક્રમમાં પોલીસ કર્મીઓને સંબોધન કરી રહ્યો છે. પોસ્ટરમાં આંખો પર મોટા ચશ્મા, મૂછો અને પોલીસ ગણવેશમાં બોબી દેઓલ ખૂબ ગંભીર લાગે છે. આ પોસ્ટરને શેર કરતાં શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસે લખ્યું – A dean who’s a class apart, quite literally! આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જો કે, હજુ સુધી રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી નથી.
ફિલ્મમાં બોબી દેઓલ ઉપરાંત શ્રેયા સરન, પ્રિયાંશુ ચેટરજી, અમૃતા પુરી, પુલકિત સમ્રાટ, અનૂપ સોની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તેનું દિગ્દર્શન અતુલ સબરવાલ કરી રહ્યા છે. આ ફિલ્મ સૈયદ યુનુસ હુસેન ઝૈદીએ તે જ નામથી લખેલા પુસ્તક પર આધારિત છે. બોબી દેઓલનો આ કોપ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેમના લુકને ઉત્કૃષ્ટ જણાવી રહ્યા છે.