શાહરૂખ ખાને બીજા દિવસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પોતાના હોસ્ટિંગ અને પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા હતા. આ પ્રી-વેડિંગમાં સ્ટાર્સે પોતાના જબરદસ્ત ડાન્સથી ધૂમ મચાવી હતી. શાહરૂખ ખાન પણ સલમાન ખાન, આમિર ખાન અને રામ ચરણ સાથે નટુ નટુ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. કિંગ ખાને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગને હોસ્ટ કરતી વખતે તેની શાહી એન્ટ્રી સાથે આ પ્રસંગને શોભાવ્યો હતો. શાહરૂખ ખાનનો ‘જય શ્રી રામ’ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શાહરૂખ ખાને અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા અને તે પછી ફંક્શન હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. વીડિયોમાં તે ઈવેન્ટમાં હાજર મહેમાનો સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ફંક્શન હોસ્ટ કરતા પહેલા જ ‘જય શ્રી રામ’ બોલીને મહેમાનોનું સ્વાગત કરે છે.
View this post on Instagram
ફરી એકવાર બોલિવૂડના ત્રણેય ખાનોએ સાથે મળીને ઈતિહાસ રચ્યો છે. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશનના બીજા દિવસે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને એકસાથે ડાન્સ કરીને દરેકને તેમના મૂવ્સ માટે દિવાના બનાવી દીધા હતા. સુપરસ્ટાર્સે એકસાથે સ્ટેજ શેર કર્યું અને ચાર્ટબસ્ટર ગીત ‘નાટુ નાટુ’ પર ડાન્સ કર્યો.
શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં અન્ય ઘણા સેલેબ્સે પણ ભાગ લીધો હતો.