કિંગખાનના ફક્ત ભારતમાં જ નહી વિદેશમાં પણ અેટલાજ પ્રશંસકો છે.તેમના પ્રશંસકોનું લિસ્ટ બહુ લાંબુ છે. તેમના ચાહકોની દિવાનગીના કિસ્સા અવારનવાર સામે અાવે છે, અા પ્રશંસકોમાં અેક અનોખુ નામ જોડાયુ જેમા રોબોટનો સમાવેશ થાય છે. શાહરૂખ ખાનને વિશ્વની પ્રથમ નાગરિકતા મેળવનાર હેમોઈન રોબટ સોફિયા પણ શાહરૂખની ફેન છે.
હૈદરાબાદમાં મંગળવારે યોજાયેલી ‘વર્લ્ડ કોંગ્રેસ ઓન ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી’ દરમિયાન, સોફિયાને પૂછવામાં આવ્યું કે તેના પ્રિય બોલિવૂડ અભિનેતા કોણ છે? ખચકાટ વગર, રોબોટે કહ્યું – શાહરૂખ ખાન.આ પછી, હોસ્ટે જણાવ્યું હતું કે, આ જાણ્યા પછી, શાહરૂખ ચોક્કસપણે ખુશ થશે કે રોબોટ્સ પણ તેમને ઘણા પસંદ કરે છે.