નવી દિલ્હી : શકુંતલા દેવી ઉપર બનેલી ફિલ્મની મુખ્ય ભૂમિકા વિદ્યા બાલન નિભાવી રહી છે. શકુંતલા દેવીનો પરિચય આપવામાં આવે તો શકુંતલા દેવીના પિતા સર્કસમાં કામ કરતા હતા. શકુંતલાએ સ્કૂલમાં અભ્યાસ નથી કર્યો. ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તમે લંડનમાં ગણિતના સવાલને ક્રમવાર લખીને સમજાયો પણ તમે તો સ્કુલ નથી ગયા. ત્યારે તેમણે જવાબ આપ્યો કે ” આતો વાત છે હું અંગ્રેજી પણ બોલું છું પણ મે ક્યારેય સ્કૂલમાં અભ્યાસ નથી કર્યો. મે અંગ્રેજીમાં વાર્તાઓ પણ લખી છે. તમિલમાં પણ મે વાર્તા લખી છે. પણ ક્યારેય તમિલની તાલીમ નથી લીધી.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમને બધી ભાષા શીખ્યા વગર જ આવડી ગઈ તો તેમનું કહેવું હતું કે હિન્દી ભાષા મને લખતા કે વાંચતા તો નથી આવડતી પરંતુ હું વાત કરી લવ છું. મે કોઈ અભ્યાસ નથી કર્યો પણ આ બધું મને અનુભવથી આવડ્યું છે. અને હ્યુમન કમ્પ્યુટર કહેવાતી શકુંતલા દેવીની વાત હતી જેનું ફિલ્મ બનાવવામાં આવ્યું છે અને આજે એટલે કે 31 જુલાઈએ રિલીઝ થયું અને આ પ્રાઈમ વિડિયો ઉપર બતાવવામાં આવ્યું છે.