મુંબઈ : ‘બિગ બોસ 13’ ના અંત પછી શેહનાઝ ગિલે રિયાલિટી શો ‘મુજસે શાદી કરોગે’માં કામ કરવાનો નિર્ણય કર્યો. આ એક સ્વયંવર શો છે, જેમાં તેમને પોતાને માટે જીવનસાથીની પસંદગી કરવાની છે. પરંતુ બિગ બોસનો અંત આવતાની સાથે જ શેહનાઝ ગિલને સિદ્ધાર્થ શુક્લા પ્રત્યેનો તેમનો પ્રેમ સમજાયો. ‘મુજસે શાદી કરોગે’ શોમાં શેહનાઝે ઘણી વાર કહ્યું છે કે, તે સિદ્ધાર્થને એક તરફી પ્રેમ કરે છે.
હવે ‘મુજસે શાદી કરોગે’ શોનો નવો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. જેમાં શેહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી વખતે રડી પડે છે. વીડિયોમાં અભિનેતા જય ભાનુશાળીએ શેહનાઝને સવાલ પૂછ્યો કે, શું તમે સિદ્ધાર્થ શુક્લાને કારણે આ શોમાં 100% આપી શકતા નથી? જવાબમાં શેહનાઝ રડે છે અને કહે છે – એકદમ. આ સાથે જ શેહનાઝ પોતાના દિલની વાત કરે છે, જુઓ આ વિડીયોમાં…
#ShehnaazGill ke love interest ko lekar badhe doubts, she just can't get over @sidharth_shukla in this house.
Dekhiye kya hoga aaj on #MujhseShaadiKaroge at 10:30 PM, only on #Colors. #ShehnaazKiShaadi #SidNaazAnytime on @justvoot pic.twitter.com/aZMtsI0twU
— COLORS (@ColorsTV) March 9, 2020