મુંબઈ : 19 જુલાઈના રોજ મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. આ વાતને દોઢ મહિનો થવા જઈ રહ્યો છે, પરંતુ અત્યાર સુધી રાજ કુન્દ્રા કસ્ટડીમાં છે અને તેને જામીન મળ્યા નથી. આ કારણે શિલ્પા શેટ્ટી પણ એટલી જ પરેશાન છે. રાજની ધરપકડ કરવામાં આવી ત્યારથી શર્લિન ચોપડા સતત ઈન્સ્ટા પર હુમલો કરી રહી છે અને હવે તેણે શિલ્પા શેટ્ટીને પણ નિશાન બનાવી છે.
ભૂલો સ્વીકારો
રવિવારે શર્લિન ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ઘણું કહ્યું છે. પરંતુ આ વખતે તે રાજ કુન્દ્રા વિશે નહીં પણ શિલ્પા શેટ્ટી વિશે એકદમ આક્રમક દેખાતી હતી. તેણે રાજની ધરપકડ બાદ શિલ્પાની ઈન્સ્ટા પોસ્ટ પર સવાલો ઉઠાવ્યા હતા. તે જ સમયે, તેણે કેપ્શનમાં લખ્યું – હાય શિલ્પા દીદી, હું તમને વિનંતી કરું છું કે પીડિત છોકરીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખો અને ભૂલ સ્વીકારીને કોઈ નાનું થઇ જતું નથી.
આ વિડીયો જ નહીં, શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા સાથેની તસવીર શેર કરતા લખ્યું કે 22 માર્ચ, 2019 ના રોજ તે એપ સાથે જોડાયેલા રાજ કુન્દ્રાને મળી. અને 26 માર્ચે તેમણે કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા.
શિલ્પા શેટ્ટી ફરી કામ પર આવી ગઈ છે
પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે પોતાની જાતને કેદ કરી લીધી હતી પરંતુ થોડા દિવસો બાદ તે કામની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે મક્કમ હતી અને શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર ચેપ્ટર 4 ના સેટ પર પરત ફરી હતી. હવે તે સતત આ શોનું શૂટિંગ કરી રહી છે અને તેને આ શોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાથે જ દરેક વ્યક્તિ શિલ્પાની હિંમતની પ્રશંસા પણ કરી રહી છે. એટલું જ નહીં, શિલ્પા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ જોવા મળે છે.