મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા તેના લગ્નની 11 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે અને આ પ્રસંગે તેણે પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા માટે સોશિયલ મીડિયા પર એક સુંદર નોંધ લખી છે. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પોતાના પતિ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. વર્ષગાંઠના વિશેષ પ્રસંગે અભિનેત્રી દ્વારા શેર કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
શિલ્પા લખે છે, “કોઈપણ ફિલ્ટર વિના પ્રેમ કરો. ખરી ડીલ આ છે. જેમકે આપણે 11 વર્ષ પૂરા કર્યા છે, પણ આજે પણ મારી નજરમાં એકમાત્ર વ્યક્તિ તમે જ વસેલા છો (ફક્ત તમે). કેટલીક બાબતો ક્યારેય બદલાતી નથી, જે હતી ..આજે હજી છે. વાહ! 11 વર્ષ અને હવે હું ગણતરી નથી કરતી ! હેપી એનિવર્સરી, મારા કૂકી. ”
જવાબમાં રાજ લખે છે કે, “હું તને પ્રેમ કરું છું અને હંમેશાં મૃત્યુ સુધી કરીશ, અને જો મૃત્યુ પછી પણ જીવન છે, તો પણ હું તને પ્રેમ કરીશ. હેપ્પી એનિવર્સરી. હેશટેગ 11! ” ચાહકો પણ બંનેને ટિપ્પણી કરી રહ્યા છે અને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બંનેની આ તસવીર પર અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે