મુંબઈ : શિવાંગી જોશી અને મોહસીન ખાન એટલે કે કાર્તિક-નાયરાના ચાહકો માટે એક સારા સમાચાર છે. શિવાંગી અને મોહસીન દ્વારા એક મ્યુઝિક વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. આ ગીતનું શીર્ષક ‘બારીશ’ છે. ગીતમાં કાર્તિક-નાયરાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી છે. કાર્તિક – નાયરાએ સ્ક્રીન પર જાદુ વિખેર્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
આ ગીતને પાયલ દેવ અને સ્ટેબિન બેન દ્વારા ગાવામાં આવ્યું છે. પાયલ દેવે આ ગીતને કમ્પોઝ કર્યું છે. આદિત્ય દેવ સંગીત નિર્માતા છે. શબ્દો કૃણાલ વર્માએ લખ્યા છે.