મુંબઈ : બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનો નવો મ્યુઝિક વીડિયો ‘દિલ કો કરાર આયા’ રિલીઝ થયો છે. આમાં તે અભિનેત્રી નેહા શર્મા સાથે જોવા મળી રહ્યો છે. ગીતમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળે છે. સીડના ચાહકો ગીતને ઉત્તમ પ્રતિસાદ આપી રહ્યા છે.
સિદ્ધાર્થનું નવું ગીત રિલીઝ થયું
આ મ્યુઝિકલ ટ્રેકને યાસીર દેસાઇ અને નેહા કક્કરે ગાયું છે. રજત નાગપાલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. લિરિક્સ રાણાના છે. વીડિયોનું દિગ્દર્શન સ્નેહા શેટ્ટી કોહલીએ કર્યું છે. ગીતમાં સિદ્ધાર્થ અને નેહા પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. તે બંનેમાં સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળે છે. માહિતી મુજબ, બંનેએ પહેલીવાર સ્ક્રીન શેર કરી છે. આ ગીત ચોમાસામાં તમારા જીવનસાથી અને પ્રેમને સમર્પિત કરવા માટે યોગ્ય પસંદગી છે. ગીત જુઓ…