નવી દિલ્હી : ‘સેટરડે – સેટરડે’, ‘ચુલ’, ડીજેવાલે બાબૂ’, ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હે’ જેવા હિટ ગીતોથી પોતાની ઓળખ બનાવનાર જાણીતા રેપર બાદશાહે 6 કરોડની ‘રોલ્સ રોયસ’ની રેથ કાર ખરીદી છે. કારની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા બાદશાહે તેની ખુશી વ્યક્ત કરી અને ‘ગલી બોય’ સ્તાઈલમાં કહ્યું કે, ‘અપના ટાઈમ આ ગયા’.
બાદશાહે ઇન્સ્ટાગ્રામ મારફતે તેના ફેન્સ સાથે આ ખુશી શેર કરી હતી. જે બાદ તેને મોટી માત્રામાં શુભકામના મળી રહી છે. શેર કરવામાં આવેલી તસવીરમાં તેના પરિવારના સભ્યો કારની પાસે પોઝ આપતા નજરે પડે છે. તેના કેપશનમાં બાદશાહે લખ્યું કે, ‘આ ઘણી લાંબી સફર રહી, પરિવારમાં સ્વાગત છે.’
રોલ્સ-રોયસની સત્તાવાર વેબસાઈટ મુજબ,”રેથ મોટર કાર તેના માટે છે, જેનામાં એડવેન્ચરની ક્યારેય ન બુઝનારી તરસ છે.’
ઉલ્લેખનીય છે કે, રેપર બાદશાહ બૉલીવુડની ફિલ્મ સાથેની અભિનય કારકિર્દી શરૂ કરવા માટે તૈયાર છે. તેઓ કહે છે કે તેઓ ફિલ્મ વિશે ખૂબ જ નર્વસ છે પરંતુ તેઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપશે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા, વરુણ શર્મા અને અન્નુ કપૂર જેવા અભિનેતાઓનો સમાવેશ થાય છે. દિગ્દર્શનની દિશામાં આગળ વધી રહેલી શિલ્પી દાસગુપ્તાની આ ફિલ્મ એક લાઈફ મનોરંજન કરનાર છે. ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર અને મહાવીર જૈને નિર્દેશકથી નિર્માતા બનેલા મૃગદીપ સિંહ લાંબા સાથે અત્યાર સુધી શીર્ષક વગરની આ ફિલ્મ માંટે હાથ મેળવ્યા છે.