આ દિવાળી પર ફિલ્મ શોખીનો માટે સારા સમાચાર છે એક જ દિવસે બોક્સ ઓફિસ પર આમિર ખાન અને અજય દેવગનની ફિલ્મો રિલીઝ થશે. દિવાળી પર્વ પર આવતી આ ફિલ્મો કેટલી પસંદ કરાશે તેતો આવનારો સમય જ બતાવશે અજયની હિટ સિરીઝની ફિલ્મ ગોલમાલ અગેન તો અમીરની બહુજ ચર્ચા માં રહેલી સિક્રેટ સુપર સ્ટાર એક જ દિવસે રિલીઝ થઇ રહી છે
આમિર ખાનની દંગલ પછીની ફિલ્મ સિક્રેટ સુપર સ્ટાર ફિલ્મ ખુબ ઓછા બજેટની છે. ફિલ્મમાં રહેલો આમિરનો લૂક ખુબ જ ચર્ચામાં છે તો અજયની ગોલમાલ સિરીઝ પણ ખુબ જ વખણાય છે. હવે જોવાનું એ છે કે કઈ ફિલ્મ લોકોને વધુ પસંદ પડશે?