એ વાત જગજાહેર છે કે સંજલ લીલા ભણશાલી એ પરફેક્શનિસ્ટ છે અને તેમના કલાકારો પાસે ખૂબ જ મહેનત કરાવે છે. તેમની સાથે કામ કરવું કંઈ આસાન નથી. પરંતુ લાગે છે કે દીપિકા પાદુકોણને સંજય લીલા ભણશાલી સાથે ફાવી ગયું છે. રામ લીલા અને બાજીરાવ મસ્તાની પછી પદ્માવતીમાં દીપિકા ત્રીજી વાર ભણશાલી સાથે કામ કરી રહી છે.
હાલમાં જ ફિલ્મનું પ્રથમ ગીત ઘૂમર રીલીઝ થયું છે. રિપોર્ટ્સ મુજબ દીપિકાએ આ ગીત માટે ખૂબ જ મહેનત કરી હતી. દીપિકાએ પોતે પણ ટ્વીટ કરીને કહ્યું હતુ કે આ તેની કારકિર્દીનું સૌથી અઘરુ ગીત હતુ. પરંતુ લાગે છે કે દીપિકાએ તેના પરફોર્મન્સથી ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણશાલીને પણ ઈમ્પ્રેસ કરી દીધા છે.
થોડા દિવસ અગાઉ રીલીઝ થયેલા આ ગીતમાં દીપિકા ખૂબ જ સુંદર લાગે છે. સ્થાનિક રાજસ્થાની નૃત્યકારોએ તો પરફેક્ટ ઘૂમર ડાન્સ કર્યો જ છે પણ દીપિકાએ પણ ખૂબ જ સારુ પરફોર્મન્સ આપ્યું છે. આ ફિલ્મના ગ્રાન્ડ સેટ, શાહિદના એક્સપ્રેશન્સ અને કોશ્ચ્યુમ્સ બધા પર ઑડિયન્સનું દિલ આવી ગયું છે.