મુંબઈ : ફિલ્મ ‘કલંક’ વરુણ ધવન જોવા મળશે. હાલના દિવસોમાં આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. તાજેતરમાં ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 3’માં વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહા આવ્યા હતા. આ શોમાં તે ત્રણેયે ખુબ મજા કરાવી હતી. એ ત્રણેય લોકોએ એન્ટ્રી દરમિયાન નાનકડો ડાન્સ કર્યો હતો. એ દરમિયાન સોનાક્ષીને પગમાં ઇજા પહોંચે છે. વરુણ, આલિયા અને સોનાક્ષીએ બાળકો સાથે મળીને આનંદ ઉઠાવ્યો હતો. શોમાં વરૂણ, આલિયા અને સોનાક્ષીની એન્ટ્રી સમયે ફિલ્મ ‘કલંક’નું ગીત વગાડવામાં આવ્યું હતું.
ગીત જોશથી ભરપૂર હતું,આ ગીત પ્લે થતાની સાથે જ વરુણની અંદર એક જુદી જ ઊર્જા જન્મે છે. આ રીતે, શોના પ્રવેશ દરમિયાન પણ વરૂણની અંદર ઉર્જા આવી ગઈ. આ પછી, વરૂણ આલિયા અને સોનાક્ષી વચ્ચે ઉભો રહીને ડાન્સ કરવા લાગે છે. શોમાં સ્ટેજ પર આવીને, વરુણે જોરદાર ડાન્સ કરવાનું શરૂ કર્યું. આ સાથે એક તરફ આલિયા તો બીજી તરફ સોનાક્ષી ડાન્સ કરી રહી હતી. આ ડાન્સ પૂરો થયા બાદ સોનાક્ષીએ ફરિયાદ કરી કે, “ડાન્સ દરમિયાન વરુણે મારો પગ તોડી નાખ્યો.” વિડિયો જુઓ: –
તમે વિડીયોમાં જોયું તેમ સોનાક્ષીને વરુણે કોઈ ગંભીર ઇજા પહોંચાડી ન હતી અને તે આરામથી ઉભી રહીને વરુણની ખેંચાઈ કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, ‘કલંક’ એ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી મુવીમાંથી એક છે. અદભૂત સેટ અને મોટા બજેટની મૂવીની લાંબા સમયથી પ્રેક્ષકોની રાહ જોઈ રહ્યા છે. મૂવીની કાસ્ટ પણ ખૂબ જ રસપ્રદ છે. આલિયા ઉપરાંત, વરૂણ અને સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, માધુરી દિક્ષિત અને આદિત્ય રૉય કપૂર પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મ ‘કલંક’ આ વર્ષે 17 મી એપ્રિલે રિલીઝ થશે.