મુંબઈ : અભિનેત્રી સોનમ કપૂર આહૂજાએ મુંબઈમાં કેન્સર પીડિતો માટે નાણાં એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્સર પેશેન્ટસ એડ એસોસિએશન (સીપીએએ) દ્વારા આયોજિત ફેશન શોમાં ડિઝાઇનર ડુઓ અબુ જાની અને સંદીપ ખોસલા માટે રેમ્પ વોક કર્યું હતું. સોનમ સોનેરી રંગના કપડામાં ખુબ જ સુંદર લાગી રહી હતી અને તેઓએ કરણ જોહરની આગામી ફિલ્મ ‘કલંક’ના ‘ઘર મોરે પરદેશીયા’ ગીત પર રેમ્પ પર ડાન્સ સ્ટેપ્સ પણ કર્યો હતા.
સોનમની સાથે કરણ અને શ્વેતા બચ્ચન નંદાએ પણ રેમ્પ વોક કર્યું હતું અમિતાભ અને જયા બચ્ચન પણ આગળની સીટ પર બેઠા હતા, જેથી તેઓ રેમ્પ પર ચાલતા શાનદાર કાર્યક્રમ જોવામાં ચુકી ન જાય. અમિતાભે તેની દીકરી શ્વેતાના રેમ્પ વોક દરમિયાન વિડીયો પણ ઉતાર્યો હતો.
આ ઉપરાંત, પ્રીટિ ઝિન્ટા, ફરહાન અખ્તર અને અમૃતા અરોરા પણ ડિઝાઇનર શાઈના એનસી સાથેના રેમ્પ પર દેખાયા હતા. સોનમ કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ માં જોવા મળશે. ટૂંક સમયમાં જ, વેપાર વિશ્લેષક તરણ આદર્શે આ ફિલ્મની રિલીઝ ડેટને રજૂ કરી દીધી છે. આ ફિલ્મ 14 જૂન, 2019 ના રોજ રિલીઝ થશે.