મુંબઈઃ અભિનેતા સોનૂ સૂદ કોરોના કાળમાં પ્રવાસી મજૂરો માટે મશીહા બન્યો હતો. ત્યારથી અત્યાર સુધી સોનૂ સૂદ ગરીબોની સેવા કરવામાં લાગ્યો છે. જે કોઈ તેની સામે મદદ માટે હાથ ફેલાવે છે તેને સોનૂ સૂદ હંમેશા માટે બનતી મદદ કરે છે. સોનૂ સૂદ અત્યારે ગરીબોના ભગવાન જેવો બની ગયો છે ત્યારે સોનૂ સૂદે મોટી જાહેરા કરી છે. સોનૂ સૂદે દેશમાં એક લાખ નોકરીઓની જાહેરાત કરી છે. અને આનાથી તે 10 કરોડ લોકોના જીવન બદલશે.
સોનૂ સૂદે તેનાં એક મહત્વકાંક્ષી પ્લાનની ટ્વિટર પર જાહેરાત કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે દેશનાં 1 લાખ બેરોજગાર લોકોને નોકરી આપશે. સોનૂ સૂદની આ જાહેરાત બાદ તેનાં દરેક તરફ વખાણ થઇ રહ્યાં છે.
સોનૂ સૂદે તેની ટ્વિટમાં લખ્યું છે કે, ‘નવું વર્ષ, નવી આશા. નવી નોકરીની તક અને તે તકને આપની નજીક લાવતા, નવાં અમે.. પ્રવાસી રોજગાર હવે છે ગુડવર્કર. આજે જ ગુડવર્કર એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તમારી ઉત્તમ કાલની આશા કરો.’
આ સાથે જ સોનૂ સૂદે આ એપને ડાઉનલોડ કરવા માટે તેની એક લિંક પણ શેર કરી છે. સોનૂ સૂદ મુજબ, આ એપ દ્વારા તે 10 કરોડ લોકોનું જીવન બદલવાનો પ્રાયસ કરી રહ્યો છે. નોકરીની શોધમાં લાગેલા બેરોજગારમાં સોનૂ સૂદની આ ટ્વિટ જોયા બાદ ઉત્સાહ આવી ગયો છે. ઘણાં યુઝર્સ કમેન્ટ કરતાં સોનૂ સૂદનાં આ સાહસિક પગલાંનાં વખાણ કરી રહ્યાં છે.
આ ઉપરાંત એક્ટરે ઝારખંડની એક શૂટરની મદદ કરવાની જાહેરાત કરી છે. સોનૂ સૂદે આ શૂટરને જર્મન રાઇફલ અપવાનો વાયદો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ધનસારની મહિલા ખિલાડી કોનિકા લાયકની મદદની જાહેરાત કરી છે.