મુંબઈ : બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શુભેચ્છા પાઠવી છે. બિગ બીએ આ શુભેચ્છા સોનુ સૂદની આગામી ફિલ્મ માટે આપી છે. સોનુની આ ફિલ્મનું નામ છે ‘કિસાન’. આ ફિલ્મમાં સોનુ મુખ્ય ભૂમિકા ભજવશે. સોનુએ અમિતાભ બચ્ચનને તેમની શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો છે. જોકે આ ફિલ્મનું કેન્દ્ર શું છે તે વિશે વધુ માહિતી મળી શકી નથી.
બિગ બીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે, “ફિલ્મ કિસાન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેના દિગ્દર્શક ઇ નિવાસ છે. તેમાં સોનુ સૂદ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે.” અભિનેતા સોનુ સૂદે અમિતાભ બચ્ચનની આ શુભેચ્છા પર કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે લખ્યું, “આભાર સાહેબ.” ચાહકો સોનુ સૂદ અને અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર અનુમાન લગાવી રહ્યા છે કે આ ફિલ્મ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર આધારીત હોઈ શકે છે.
અહીં જુઓ સોનુ સૂદનો રીપ્લાય અને અમિતાભ બચ્ચનનું ટ્વીટ –
Thank you so much sir 🙏 https://t.co/SpuHZePfBp
— sonu sood (@SonuSood) January 4, 2021
રાજ શાંડિલ્ય પ્રોડ્યુસ કરશે
આ સિવાય ફિલ્મ વિવેચક અને વેપાર વિશ્લેષક તરણ આદર્શે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે, “સોનુ કિસાનમાં મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મનું નિર્દેશન ઇ નિવાસ કરશે. ફિલ્મ ડ્રીમ ગર્લ દ્વારા દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં પ્રવેશ કરનાર રાજ શાંડિલિઆ તેના નિર્માતા હશે. ફિલ્મના અન્ય કલાકારો અંગે ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે. ”
IT’S OFFICIAL… SONU SOOD IN #KISAAN… #SonuSood will head the cast of #Kisaan… Directed by E Niwas… Raaj Shaandilyaa – who made his directorial debut with #DreamGirl – will produce the film… Balance cast will be announced shortly. pic.twitter.com/5MTpWHHKNb
— taran adarsh (@taran_adarsh) January 4, 2021