દિવાળીનો તહેવાર ખૂબ જ નજીક છે અને તેની સાથે જ ફિલ્મ સ્ટાર્સની દિવાળી પાર્ટી શરૂ થઈ ગઈ છે. પાર્ટીની શરૂઆત રવિવારે સાંજે મનીષ મલ્હોત્રા સાથે થઈ હતી અને તેણે તમામ ફિલ્મ સ્ટાર્સ માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.મનીષ મલ્હોત્રાના ઘરે ફિલ્મી કલાકારો એકઠા થયા હતા. રવિવારે રાત્રે મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળીની ચમક જોવા મળી હતી અને આ પ્રસંગે ફિલ્મ સ્ટાર્સ તેમની સુંદર પરંપરાગત શૈલીમાં જોવા મળ્યા હતા. સલમાનથી લઈને ઐશ્વર્યાએ સાંજે ગ્લેમર ઉમેર્યું, પરંતુ રિયા ચક્રવર્તી અને નવ્યા નવેલીની સાદગીએ દરેકના દિલ ચોર્યા.
જ્યારે અન્ય ફિલ્મ સ્ટાર્સ ફેસ્ટિવ મોડમાં જોવા મળ્યા હતા અને બધા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા, ત્યારે સલમાન ખાન કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો. હાલમાં સલમાન પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે.ઐશ્વર્યા રાય પણ અહીં પહોંચી હતી, બચ્ચન પરિવારની વહુ એથનિક લુકમાં જોવા મળી. રેખા મનીષ મલ્હોત્રા સાથે પોઝ આપતી જોવા મળી હતી. તમન્ના ભાટિયા અને વિજય વર્મા ફરી સાથે જોવા મળ્યા જયારે અનન્યા પાંડે પણ મનીષની પાર્ટીમાં જોડાઈ હતી, ભૂમિ પેડનેકર કેમેરા સામે આ અંદાજમાં જોવા મળી હતી. ગૌરી ખાન પણ દિવાળી પાર્ટીમાં પહોંચી હતી અને કેમેરા સામે ઘણા પોઝ આપ્યા.
મનીષની પાર્ટીમાં શાહિદ કપૂર અને મીરા રાજપૂત પહોંચ્યા હતા
અર્જુન કપૂર પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો
અમિતાભની પૌત્રી નવ્યા નવેલીએ પાર્ટીમાં ધૂમ મચાવી હતી સારા અલી ખાન પર પણ દિવાળીની ચમક જોવા મળી હતી
માધુરી દીક્ષિત સારાને ગળે લગાવતી જોવા મળી હતી,
અભય દેઓલ એકતા કપૂર સાથે આ રીતે પોઝ આપતા જોવા મળ્યા હતા. મનીષની પાર્ટીમાં સાન્યા મલ્હોત્રા પણ પહોંચી હતી
નીતા અંબાણીને પણ અહીં આમંત્રણ આપવામાં આવ્યું હતું
વરુણ ધવન પત્ની નતાશા સાથે જોવા મળ્યો હતો.