મુંબઈ : વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’નું ટ્રેલર થોડા દિવસો પહેલા આવી ગયું છે અને આ ફિલ્મની ચર્ચા જોર પકડવાની શરૂઆત થઈ રહી છે. આ ફિલ્મનું પહેલું ગીત પણ રજૂ કરવામાં આવ્યું છે અને તે જૂના ગીતની સારી રિમેક છે. તનિષ્ક બાગચીએ તેનું નિર્માણ કર્યું છે. યશ નર્વેકર અને પરંપરા ઠાકુરે આ ગીત ગાયું છે. શબ્બીર અહેમદ અને તનિષ્ક બાગચીના લિરિક્સ છે.
ગીત કેવું છે?
ગીતમાં વરુણ ધવન અને પ્રભુ દેવા વચ્ચે ડાન્સનો ‘મુકાબલો’ થઇ રહ્યો છે. પ્રભુ દેવા ફરી એકવાર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા છે, જ્યારે વરૂણ ધવન પણ તેને પુરી કોમ્પિટિશન આપવા માટે પ્રયાસ કરી રહ્યો છે જો કે, તે થોડો ફીકો (નિસ્તેજ) લાગે છે. આ ગીતમાં પણ તમને એકવાર ફરીથી પ્રભુ દેવાના ‘મુકાબલા’નો હૂક સ્ટેપ જોવા મળશે. બાકીના ડાન્સર્સ પણ તેમની સાથે સરસ ડાન્સ કરી રહ્યા છે.