મુંબઈ : બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર બાળકોમાંની એક શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના અવારનવાર સમાચારોમાં રહે છે. સુહાના ખાન ફિલ્મ જગતમાં સક્રિય નથી પરંતુ તેમ છતાં પણ તે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવે છે. સુહાનાના તેના ઇન્સ્ટા પેજ પર 12 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેના નામે ઘણા ફેન પેજીસ પણ બની ચૂક્યા છે.
સુહાનાએ એક ફોટો શેર કર્યો છે
સુહાના ખાન ફરી એકવાર તેની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. સુહાના ખાને હાલમાં જ તેનો ફોટો શેર કર્યો છે, જેમાં તેની શાનદાર સ્ટાઇલ જોવા મળી રહી છે. આ ફોટામાં સુહાના ખાન સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે અને તે કેપ્શનમાં પણ તેનો ઉલ્લેખ કરે છે. સુહાનાએ કેપ્શનમાં લખ્યું હતું કે “મને સ્કર્ટમાં જુઓ”. ચાહકોની સાથે બોલિવૂડના જાણીતા ચહેરાઓ પણ તેને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ફોટામાં સુહાના ખાને લાંબુ સ્કર્ટ પહેર્યું છે જે સફેદ રંગમાં છે જેની સાથે તેણે બ્રાઉન ક્રોપ ટોપ સાથે મેચ કર્યું છે. તેણે પોતાના ક્રોપ ટોપને ગાંઠ બાંધી છે જેમાં તેનો દેખાવ વધુ સારો લાગે છે. સુહાનાએ તેના લાંબા અને સુંદર વાળ ખુલ્લા રાખ્યા છે. તેની આ તસવીર બગીચાની છે.