મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ત્રણ બાળકો પણ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર કિડ્સમાં શામેલ છે. સુહાના અને આર્યન એક તરફ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, તો અબરામની ક્યૂટ તસવીરો ઇન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની તસવીરો પણ ખૂબ વાયરલ છે અને ફિલ્મોમાં દેખાતા પહેલા જ તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. એટલું જ નહીં, અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અગાઉ ખાનગી હતું, જે હવે જાહેર થઈ ગયું છે. તેના એકાઉન્ટ પર બ્લુ ટિક માર્ક આવી ગયું છે.
સુહાનાના ચાહકો માટે તે ખૂબ આનંદની વાત છે. બોલિવૂડ ડેબ્યૂ પહેલા જ સુહાનાના લગભગ એક લાખ 30 હજાર ફોલોઅર્સ છે. સુહાનાએ ઈંસ્ટાગ્રામ પર પરિવાર સાથે ઘણી તસવીરો શેર કરી છે. સુહાનાએ ઘણા ફોટા મિત્રો સાથે શેર કર્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. સુહાનાની બેસ્ટ બોન્ડિંગ તેના પિતા અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે છે તે વાત કોઈથી છુપાયેલી નથી. પરંતુ વિચિત્ર બાબત એ છે કે સુહાનાના ઇન્સ્ટાગ્રામ પર પિતા શાહરુખ સાથેની એક પણ તસવીર પોસ્ટ કરાઈ નથી. જેને લઈને સુહાનાનું ઈન્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરનાર ચોંકી ઉઠે છે.