મુંબઈ : રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવનારા અભિનેતા સુનિલ લહરીના પુત્ર કૃષ પાઠકના આલ્બમ ‘જીઉ કેસે’ રિલીઝ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે રામાયણના શૂટિંગની વાતો સોશિયલ મીડિયા પર શેર કરતા સુનિલે ટ્વિટ કરીને તેમના પુત્રને તેના નવા મ્યુઝિક આલ્બમની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટમાં ચાહકોને તેમના પુત્રને ટેકો આપવા અપીલ પણ કરી હતી.
સુનિલ લહરીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે, “મિત્રો, આજે હું રામાયણની પાછળની અસંખ્ય વસ્તુઓની જગ્યાએ પ્રમોશન માટે કૃષનો વીડિયો મૂકી રહ્યો છું. મને આશા નહીં પરંતુ પૂરો વિશ્વાસ છે કે તમે લોકો ટેકો આપશો અને મેક્સથી મેક્સ સુધી હિટ કરશો. “ગીત જે રજૂ થયું છે. ગીતની લિંક બાયોમાં આપવામાં આવી છે.”