દશકાઓ સુધી બોલિવુડ પર રાજ કરનારા દેઓલ પરિવારની નવી પેઢી પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. સની દેઓલને તેના પિતા ધરમેન્દ્રએ બોલિવુડમાં લોન્ચ કર્યો હતો. સની દેઓલ તેના પુત્ર કરણ દેઓલને બોલિવુડમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે. સની એક ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યો છે જેમાં કરણ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નામ છે ‘પલ પલ દિલ કે પાસ’.
કરણનું અસલી નામ રાજવીર દેઓલ છે. પણ બોલિવુડમાં તે કરણના જ નામથી કામ કરવા માંગે છે. દેઓલ પરિવારની આ ત્રીજી પેઢી બોલિવુડમાં પદાર્પણ કરવા જઈ રહી છે.
સનીએ જણાવ્યું કે, “મારા પિતાએ મને લોન્ચ કર્યો અને હવે હું મારા પુત્રને લોન્ચ કરી રહ્યો છું. કરણ પોતાની એક્ટિંગ કરિયરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અને મને વિશ્વાસ છે કે અમને તેના પર ગર્વ થશે.” ફિલ્મને લઈને પિતા-પુત્ર બંનેની જર્ની ઘણી ઈમોશનલ રહી છે. હાલમાં જ મનાલીમાં બંને પિતા-પુત્ર રડી પડ્યા હતા.
સનીએ ફિલ્મના શૂટિંગ માટે 15000 ફૂટની ઊંચાઈ પરના એક લોકેશનની પસંદગી કરી હતી. અહીં તાપમાન -4 ડીગ્રી હતું આવામાં એક દિવસમાં એક જ શોટ પૂરો કરી શકાય છે. આવામાં વારંવાર રિટેક અને ભારે ઠંડીને કારણે કરણ પોતાના પિતા પાસે જઈને રડી પડ્યો હતો. કરણને જોઈને સનીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જો કે સનીએ આવા સંજોગોમાં ઢીલા પડવાને બદલે પુત્રને કહ્યું, “સોરી બેટા પણ તૂ સમજવાની કોશિશ કર કે હું આ બધુ તારી કરિયર માટે જ કરી રહ્યો છું.” પિતાએ આટલું કહેતા જ કરણ ફરી શૂટિંગ કરવા લાગ્યો હતો.
કોઈ પણ પિતા માટે તેનો પુત્ર કામ કરે તે ખુબજ ગર્વની વાત હોય છે પણ ક્યારેક સંતાન ઢીલું પડે ત્યારે જોયતો સપોર્ટ પણ કરવો જરૂરી છે. સની દેઓલ આજે પિતાની ભૂમિકામાં છે ત્યારે તે સારી રીતે જાણે છે કે પુત્રને કેટલો સપોર્ટ કરવો.