મુંબઈ : એક દિવસ પહેલા, આપણે જાણ્યું કે બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને લેમ્બોર્ગિની કાર ખરીદી છે, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા છે. તે જ સમયે, બોલિવૂડ અભિનેત્રી સની લિયોની પણ કોઇથી પાછળ નથી. તેણે તાજેતરમાં જ મુંબઈના અંધેરીમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેની કિંમત આશરે 16 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સનીએ 28 માર્ચે ફ્લેટ ખરીદ્યો છે. સનીએ આ સંપત્તિ તેના અસલ નામ એટલે કે કરણ જીત કૌર વ્હોરાથી ખરીદી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સન્નીનું આ નવું મકાન અંધેરી પશ્ચિમમાં એટલાન્ટિસ નામના બિલ્ડિંગમાં 12માં માળે છે. સનીનું નવું મકાન 5BHK એપાર્ટમેન્ટ છે. આ નવા મકાનમાં સની 3 મોટી કાર પાર્ક કરી શકે છે.
હવે આપણે બધા આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં જ તેના નવા ઘરની ઝલક મળશે. કામની વાત કરીએ તો સની રણવિજય સિંહા સાથે કેરળમાં સ્પ્લિટ્સવિલા 12 નું શૂટિંગ કરી રહ્યી છે. તેણે તાજેતરમાં કેરળના સેટ પરથી ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. એટલું જ નહીં, સની, વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત વેબ સિરીઝ ‘અનામિકા’માં પણ મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે.