મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનું દિલ બેચરાનું બીજું ગીત રિલીઝ થયું છે. ગીત એક રોમેન્ટિક ટ્રેક છે. આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘીની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી છે. આ ગીત મોહિત ચૌહાણ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના છે.
ગીતનું સંગીત એ.આર.રહેમાન દ્વારા આપવામાં આવ્યું છે. એ.આર. રહેમાનના સંગીતનો જાદુ સુશાંત અને સંજનાની કેમિસ્ટ્રીમાં જીવ ઉમેરી રહ્યું છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા દિલ બેચરાનો ટાઇટલ ટ્રેક રજૂ થયો હતો. આ ગીત એ.આર. રહેમાન પોતે ગાયું છે. આ ગીતનું શૂટિંગ સુશાંત પર થયું હતું. ગીતમાં સંજના સંઘીની એક ઝલક પણ જોવા મળે છે. દિલ બેચરા ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. આ ગીતને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું છે. આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂતનો જોરદાર ડાન્સ છે.
અહીં ગીત જુઓ…