મુંબઈ : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ તીવ્ર થઈ છે. મુંબઈ અને બિહાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે જ સીબીઆઈ દ્વારા પણ આ મામલાની તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ સક્રિય થઈ ગયું છે. ઇડીએ આમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.
ઇડીએ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે તપાસ એજન્સીના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઇડીએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારના કેટલાક સભ્યો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
30 જુલાઈ, ગુરુવારે ઇડીએ પટણા પોલીસને એફઆઈઆરની નકલ માંગી હતી. રિયા ચક્રવર્તી પર 15 કરોડની છેતરપિંડીનો આરોપ છે. સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે આ આરોપ લગાવ્યો છે. ઇડી અધિકારીએ જણાવ્યું કે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ અમે કેસ નોંધ્યો છે. આગામી દિવસોમાં, રિયા અને તેના પરિવારને પૂછપરછ માટે બોલાવી શકાય છે.