મુંબઈ : બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડ્રાઇવ’ 1 નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. સ્ટીમિંગ પોર્ટલે શુક્રવારે ‘ડ્રાઇવ’ માટે લોન્ચ તારીખની ઘોષણા કરી. તરુણ મનસુખાની તેના દિગ્દર્શક છે અને આ ફિલ્મ ધર્મ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે.
ફિલ્મનું પહેલું ગીત ‘મખના’ને શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું, ઈઝરાઇલની સુંદર જગ્યાઓ પર આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ગીતમાં જેક્લીન અને સુશાંતની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં બોમન ઈરાની, પંકજ ત્રિપાઠી અને વિભા છિબર પણ છે.