મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં 4 અને 5 સપ્ટેમ્બર એનસીબી માટે મહત્વપૂર્ણ દિવસ સાબિત થયા છે અને હવે આજે (6 સપ્ટેમ્બર) પણ બે મોટી બાબતો બનવાની છે. શનિવારે કોર્ટે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતના મિત્ર સેમ્યુઅલ મિરાંડાને 4 દિવસની એનસીબી કસ્ટડીનો ચુકાદો આપ્યો હતો. હવે રવિવારે રિયાને એનસીબી સમક્ષ હાજર થવા હાકલ કરવામાં આવી છે. રિયા ચક્રવર્તી રવિવારે એનસીબી સમક્ષ હાજર થશે. એનસીબીના અધિકારી મુથા અશોક જૈને કહ્યું કે, રિયા અને શોવિકનો મુકાબલો દિપેશ સાથે થશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સના મામલામાં રિયાની નજીકથી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનસીબી રિયાની મિરાંડા, શોવિક અને અન્યની ડ્રગ્સ વિશે વોટ્સએપ ચેટ્સ વિશે પૂછપરછ કરશે. આ સાથે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે રિયા ચક્રવર્તીની પણ આ કેસમાં ધરપકડ થઈ શકે છે. રિયાના ભાઈ શોવિકની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદથી અટકળો તેજ થઈ છે કે રિયાને પણ રવિવારે ધરપકડ કરવામાં આવી શકે છે.
શોવિક અને મિરાંડા ઉપરાંત સુશાંતના સ્ટાફ દીપેશને પણ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ છે કે દીપેશ સાવંતને રવિવારે સવારે 10 થી 10.30 ની વચ્ચે મુંબઇની હોલીડે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાવંતે કબૂલ્યું હતું કે, તેણે રિયા અને તેના ભાઇ શોવિકના કહેવાથી પ્રતિબંધિત દવાઓ ખરીદી હતી. સાવંતને સારી રીતે ખબર હતી કે તે જે દવાઓ ખરીદી અને લઈ જતા હતા તે ગેરકાયદેસર છે. આ કેસમાં એનસીબી સાવંતને પાંચ દિવસ કસ્ટડીમાં રાખવાની માંગ કરી શકે છે.