“જુડવા-2″ની સફળતા બાદ તાપસી પન્નું હાલમાં તેની આગામી ફિલ્મ “મુલ્ક” ના શૂટિંગમાં વ્યસ્ત છે. અનુભવ સિન્હાની આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ છે ફિલ્મમાં ઋષિ કપૂર આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય તાપસી હાલ હોકી ખેલાડી સંદીપ સિંહની બાયોપીક માટે ટ્રેંનિક લઈ રહી છે. પૂર્વ ભરતીય હોકીના ખેલાડી તાપસીને ટ્રેનિંગ આપી રહ્યા છે.
આ ફિલ્મમાં દિલજિત દોસાંજ તેની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. તાપસીનું કહેવું છે કે મારા પપ્પા દિલ્હી યુનિવર્સીટી તરફથી હોકી રમતા હતા આમ હોકીતો મારા DNAમાં છે. હું નાનપણથી તેમને હોકી રમતા જોતી રહી છું આમ છતાં મેં ક્યારેય આજ સુધી હોકી સ્ટીકને હાથમાં પકડી પણ નથી તાપસી અત્યારે તો દિલજિત, અંગત બેદી અને સંદીપ સિંહ પાસે ટ્રેનિંગ લઈ રહી છે.