મુંબઈ : અભિનેત્રી તમન્ના ભાટિયાએ 21 ડિસેમ્બરે તેનો 30 મો જન્મદિવસ મનાવ્યો હતો. આ વિશેષ પ્રસંગે ફિલ્મના ‘સારીલેરૂ નિકાવરુ’ના મેકર્સે તમન્નાની ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ ફિલ્મમાં તે એક ખાસ ડાન્સ નંબર કરતી પણ જોવા મળશે અને તેનો ફર્સ્ટ લુક આ ગીતનો જ શોટ છે. આ પહેલા પણ તે જય લવ કુશા, અલુદુ સીનુ અને કેજીએફ જેવી ફિલ્મોમાં ડાન્સ નંબર કરી ચૂકી છે.
વર્કફ્રન્ટ પર ખૂબ જ વ્યસ્ત તમન્નાએ કહ્યું હતું કે, ફન એન્ડ ફ્રસ્ટ્રેશન ફિલ્મ પછી અનિલ રવિપુડી ફરી એકવાર મારી સાથે કામ કરવા માંગે છે. હું આ તબક્કે મારી કારકીર્દિ વિશે ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે જેમની સાથે મેં કામ કર્યું છે તે અદ્ભુત દિગ્દર્શકો મારી સાથે ફરી એકવાર કામ કરવા માંગે છે. આ ફિલ્મમાં મહેશ બાબુ અને તમન્ના સિવાય રશ્મિકા મંદાના અને પ્રકાશ રાજ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.
Here's wishing the gorgeous and super talented @tamannaahspeaks a very happy birthday from team #SarileruNeekevvaru ❤
Superstar @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP @RathnaveluDop @AKentsOfficial @GMBents @SVC_official pic.twitter.com/qpmTPORRy7
— AK Entertainments (@AKentsOfficial) December 21, 2019