મુંબઈ : તાજેતરમાં જ તમિલ અભિનેત્રી યાશિકા આનંદને ચેન્નઈના ઈસ્ટ કોસ્ટ રોડ, મહાબલીપુરમમાં કાર અકસ્માત થયો હતો. તે તેના મિત્રો સાથે પ્રવાસે જઈ રહી હતી. આ અકસ્માતમાં તેની એક મિત્ર વલ્લીસેટ્ટી ભવાનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે યાશિકા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. યાશિકા હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વિશે માહિતી આપી હતી.
યાશિકાએ હોસ્પિટલમાંથી એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં યાશિકા ખરાબ રીતે ઘાયલ જોવા મળી રહી છે. તેના શરીર પર ઘણા ટાંકા આવ્યા છે. તેણે એલેસિયા કારાના ગીત ‘સ્કેર્સ ટુ યોર બ્યુટીફુલ’ સાથે આ વીડિયો શેર કર્યો છે. અગાઉ, તેણીએ તેની હેલ્થ અપડેટ પણ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું, “મારા પેલ્વિક હાડકામાં ઘણા ફ્રેક્ચર છે. હું ઘણા મહિનાઓ સુધી ઉઠી શકું તેમ નથી. હું અસહાય અનુભવું છું. ભગવાને મને સજા કરી છે.” તેમના ઘણા પ્રશંસકોએ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી અને તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી.
શો ‘બિગ બોસ તમિલ’ થી ઓળખ મળી
તમને જણાવી દઈએ કે યાશિકા આનંદ તમિલ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગની સૌથી વધુ ચર્ચામાં રહેલી અભિનેત્રીઓમાંની એક છે. તેણે 2016 માં રિલીઝ થયેલી ફિલ્મ (ધુરુવંગલ પથીનારૂ) માં શાનદાર અભિનય કર્યો હતો. આ પછી, વર્ષ 2018 માં, તેણે ‘બિગ બોસ તમિલ’ની સીઝન 2 માં ભાગ લીધો. આ શોથી તેને એક અલગ ઓળખ મળી. યાશિકા 2018 માં MeToo અભિયાનને લઈને પણ ઘણી ચર્ચામાં હતી. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ ‘કદામાઈયઈ સેઈ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.