મુંબઈ : કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાયો છે. અનેક સેલેબ્સ પણ તેની પકડમાં આવી ગયા છે. હવે તેલુગુ ટીવી અભિનેત્રી નવ્યા સ્વામીએ તેણી કોરોના પોઝિટિવ હોવા અંગે માહિતી આપી છે.
કોરોના પોઝિટિવ એક્ટ્રેસે લોકોને આ સલાહ આપી
નવ્યા સ્વામીએ આઇજીટીવી વીડિયો પર પોતાને કોરોના પોઝિટિવ હોવા અંગે માહિતી આપી છે. એમ પણ કહ્યું કે તે હાલ આઇસોલેશનમાં છે. જયારે તેને ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે, તેણીએ પોતાને આઇસોલેશનમાં રાખી દીધી છે અને દવા લેવામાં સંપૂર્ણ કાળજી રાખી રહી છે. નવ્યા સ્વામીએ વીડિયોમાં કહ્યું- હું કોવિડ પોઝિટિવ છું. આ વાતની જાણ થતાં જ મેં તરત જ મારા ડોક્ટરની સલાહ લીધી અને મારી જાતને અલગ કરી દીધી. મારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હું સંપૂર્ણ રીતે ધ્યાન રાખી રહી છું, દવા લઉં છું અને તંદુરસ્ત ખોરાક ખાઉં છું. હું મારા બધા નજીકના મિત્રોને અપીલ કરું છું કે છેલ્લા અઠવાડિયામાં જે કોઈ મને મળ્યા, તે પોતાને આઇસેલેશનમાં રાખે, જો કોઈ લક્ષણ દેખાય તો કોરોના ટેસ્ટ કરાવે.
નવ્યાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, જ્યારે તેણીને ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે. અભિનેત્રીએ કહ્યું- ઘેર જતા હું ખૂબ રડી. હું સવાર સુધી રડતી રહી. હું રાત્રે સુઈ શકી નહીં.મારા મમ્મી હજી રડી રહ્યા છે. મારો ફોન વ્યસ્ત છે મને વોટ્સએપ પર ઘણા બધા મેસેજીસ મળી રહ્યા છે. મને ગીલ્ટી ફીલ થઇ રહ્યું હતું કે મેં મારા કો – સ્ટાર્સ, ક્રૂના જીવને પણ જોખમમાં મૂક્યો છે.