બોલિવૂડની કેટલીક પ્રેમ કહાનીઓને આજે પણ યાદગાર છે. તેમનો પ્રેમ બ્રેકઅપ એટલા ચર્ચામાં રહ્યા હતા કે લોકો આજે પણ તેમને યાદ કરે છે. સ્ક્રીન સાથે શેર કરતા કરતા આ કપલ પ્રેમ કરી બેઠા અને એક સમયે તો એવું લાગ્યુ કે હવે એકબીજાની સાથે હંમેશા જોડાઈ જશે ત્યાંજ વિધિની વક્રતા અને સમયની થપાટ આ પ્રેમ કહાની કોઈને કોઈ કારણે અધુરી રહી. આજે આપણે આવી જ કેટલીક જોડીઓને યાદ કરીશું.
સલમાન ખાન ઐશ્વર્યા રાય
આ યાદીમાં મોખરે છે સલમાન અને ઐશ્વર્યા 90ના દશકમાં આ જોડીનો પ્રેમ ખુબજ ચર્ચામાં રહ્યો હતો ત્યારબાદ એટલા વિવાદો થયા હાલ ઐશ્વર્યા બચ્ચન પરિવારમાં અભિષેક સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ચુકી છે. આ સંબંધ પાછળ સલમાનનો ગુસ્સો જવાબદાર છે એવું કહેવાય છે.
કરીના કપૂર શાહિદ કપૂર
કરીના અને શાહિદ ફિલ્મના સેટ પર મળ્યા અને ખુબજ ઓછા સમયમાં એક બીજાની નજીક આવી ગયા હતા. દોસ્તી પ્રેમમાં બદલાઈ અને જાહેરમાં બિન્દાસ્ત ફરતા આ કપલનો સાથ વધારે ન ચાલ્યો. કરીનાએ સૈફ અલી ખાન સાથે તો શાહિદે મીરા સાથે લગ્ન કરી લીધા. કરીનાને એક પુત્ર છે તો શાહિદને એક પુત્ર અને એક પુત્રી છે.
અક્ષય કુમાર શિલ્પા શેટ્ટી
એક્ટર અક્ષય અને શિલ્પાના અફેરની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ હતી. અક્ષયનું નામ કેટલીક અભિનેત્રીઓ સાથે જોડાતા આ જોડી આગળ ન વધી શકી અને શિલ્પાએ રાજ કુંન્દ્રા સાથે તો અક્ષયે ટ્વિન્કલ સાથે લગ્ન કરી લીધા.
કરીશ્મા અભિષેક બચ્ચન
કરીશ્મા અને અભિષેકની તો સગાઈ પણ થઈ ચુકી હતી પણ કિસ્મતને કદાચ આ મંજૂર ન હતુ કરીશ્મા સાથે અભિષેક ના લગ્ન ન થઈ શક્યા.
રણબીર કપૂર દીપિકા પાદૂકોણ
રણબીર અને દીપિકાનો પ્રણય પણ ખુબજ ચર્ચામાં રહ્યો હતો. જો કે આ જોડી પણ સાથે ન રહી શકી અને પોતાના જીવનમાં આગળ વધી ગઈ.