મુંબઈ : અક્ષય કુમારે થોડા સમય પહેલા તેની પત્ની ટ્વિંકલ ખન્નાને ડુંગળીની ઇયરિંગ્સ ગિફ્ટ કરી હતી. ટ્વિંકલ ખન્નાને ડુંગળીની ઇયરિંગ્સ એટલી પસંદ આવી કે તેણે તે પહેરીને તસવીર પણ શર કરી છે. સોશિયલ મીડિયા પર, ટ્વિંકલે ઇયરિંગ્સ પહેરેલી તસવીર શેર કરતા યુઝર્સ તેના પર વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે.
પોસ્ટમાં, ટ્વિંકલે લખ્યું- ખુશી છે કે શૂટ પરથી ઘરે લાવવામાં આવેલી આ અમૂલ્ય ભેટમાં અંકુરણ ફૂટે તે પહેલા મને તે પહેરવાની તક મળી. #OnionsAreAGirlsBestFriends
ટ્વિંકલે આ પોસ્ટ સાથે બે ફોટા શેર કર્યા છે. ફોટામાં તે ઇયરિંગ્સ પહેરેલી જોવા મળી રહી છે. અન્ય તસવીરમાં એક એરિંગની ડુંગળીનું અંકુરણ ફુટેલુ જોવા મળી રહ્યું છે.