વરુણ ધવન તેની કેરિયરમાં સફળતાનાં શિખરો પર છે. એક પછી એક સફળ ફિલ્મો આપ્યા બાદ તેની અભિનય ક્ષમતાને લોકોએ ખુબજ વખાણી છે. વરુણની ફિલ્મો ખુબજ સફળ રહી છે. વરુણની મોટાભાગની ફિલ્મો 100 કરોડના બિઝનેસમાં સામેલ થઇ ચુકી છે. આ વર્ષે વરુણે પોતાની જાતનેજ ગિફ્ટ આપવાનું વિચાર્યું છે. ઓક્ટોબરમાં શુટિંગ પતાવી તે પોતાના નવા ઘરમાં શિફ્ટ થશે.
વરુણે થોડા સમય પહેલાજ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેના નવા ઘરનો સમાવેશ થાય છે. વરુણ તેના નવા ઘરને લઈને ખુબજ ઉસ્તાહિત છે.વરુણે તેના પિક્ચરના કૅપ્ચરમાં લખ્યું છે કે # My House. હાલમાંતો વરુણ દિલ્હીમાં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ત્યારબાદ તે પોતાના નવા ઘરે શિફ્ટ થશે.
દિવાળી પર્વ પર વરૂણ થોડાસમય માટે ઘરે હતો ત્યારે તેણે તેના નવા ઘરમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કર્યું છે. વરુણે તેના મિત્રો સાથે ખુબજ ધૂમધામથી તહેવારો ઉજવ્યા હતા.
આ વર્ષે વરુણની બે ફિલ્મો બદ્રીનાથ કી દુલહનીયા અને જુડવા -2 રિલીઝ થઈ હતી બને ફિલ્મોએ ધૂમ કમાણી કરી હતી તેમજ બન્ને ફિલ્મો 100 કરોડના બિઝનેસમાં સામેલ થઈ હતી.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.