કોઈ પણ પ્રકારની જાહેરાત કર્યા વીના વીરે દી વેડિંગનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કરીના કપૂર, સોનમ,સ્વરાભાસ્કર તેમજ શિખા નજર આવશે। પોતાના સ્ટાઈલીસ લૂકથી ચર્ચામાં રહેલી સોનમ કપૂર અને કરીનાની ફિલ્મ વીરે દી વેડિંગ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ચારેય એક્ટર ગોલ્ડન કપડામાં સજ્જ અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. પોસ્ટરમાં મેકરે એક પ્રકારનું સસ્પેન્સ રાખ્યું છે. પોસ્ટરમાં કરિનાનો ચહેરો ઢાંકેલો જોવા મળે છે.સ્વરાનો ચહેરો નીચે જુકેલો જોઈ શકાય છે. જયારે શિખા સોનમનાં પલ્લુને ધ્યાનથી જોતી નજર આવે છે.
કરીના કપૂર માતા બન્યા પછી પહેલી વખત ફિલ્મ કરી રહી છે. હાલમાંજ દિલ્હીમાં શૂટિંગ પૂર્ણ થયું છે. ફિલ્મના ડિરેક્ટર છે શશાંક ઘોષ ફિલ્મને મેહુલ શૂરી અને નિધિ મહેરા એ લખી છે. આ ફિલ્મ 2018માં રિલીઝ થશે. અનિલ કપૂર અને એકતા કપૂરની કંપનીએ મળી આ ફિલ્મ બનાવી છે.