મુંબઈ : સૈફ અલી ખાનની ડાર્લિંગ પુત્રી સારા અલી ખાન એક ફિટનેસ ફ્રીક છે. સારા તેના જીવનમાં તંદુરસ્ત જીવનશૈલીને ખૂબ મહત્વ આપે છે. સારા ઘણીવાર જીમની બહાર જોવા મળે છે. સારાનો વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે. હવે સારાનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
સારાના વર્કઆઉટ વિડીયોથી ચાહકો ઈમ્પ્રેસ
સારાએ તાજેતરમાં જ તેના વર્કઆઉટ વીડિયોને તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં, સારા વેટ લિફટિંગથી લઈને તેણીના ટ્રેનર સાથે બોક્સીંગ કરતી જોવા મળે છે. સારાનો આ વર્કઆઉટ વિડીયો ચાહકોને ફીટનેસ માટે પ્રેરણા આપે છે. વીડિયોમાં સારા વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. સારાની ફિટનેસ વિડીયોથી ચાહકો ખૂબ પ્રભાવિત થયા છે અને કોમેન્ટ બોક્સમાં તેની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે સારાના વિડીયો પર લખ્યું – એકદમ કડક.