મુંબઈ : હિન્દુસ્તાની ભાઉ (વિકાસ પાઠક) આ દિવસોમાં ચર્ચામાં છે. એકતા કપૂર અને અનુષ્કા શર્મા પર નિશાન સાધનારા હિન્દુસ્તાની ભાઉએ હવે મોટો દાવો કર્યો છે. તેણે મુંબઈ પોલીસને પણ આ અંગે જાણ કરી દીધી છે.
હિન્દુસ્તાની ભાઉનો નવો દાવો
હિન્દુસ્તાની ભાઉએ જણાવ્યું કે, તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)ના લેફ્ટનન્ટ કર્નલ દ્વારા ધમકી આપવામાં આવી છે. ભાઉએ ટ્વિટ કરીને લખ્યું કે- આઈએસઆઈ લેફ્ટનન્ટ કર્નલ મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અને કહ્યું કે અમારા લોકો તમારા શહેર પહોંચી ગયા છે. ભાઉએ તે નંબર વિશે પણ જણાવ્યું છે કે જેનાથી તેને ધમકી મળી રહી છે. ભાઉએ તેની પાસે કોલનું સંપૂર્ણ રેકોર્ડિંગ હોવાનો પણ દાવો કર્યો છે.
https://twitter.com/RealKingbhau/status/1277982902895050755