મુંબઈ : અભિનેત્રી કરીના કપૂર ખાનનું કહેવું છે કે, તેણે આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ (Angrezi Medium)’ માટે સાઇન અપ કર્યું કારણ કે તે ફિલ્મના મુખ્ય અભિનેતા ઇરફાન ખાન સાથે કામ કરવા ઇચ્છતી હતી.
તેની મોટી બહેન કરિશ્મા કપૂર અભિનીત આગામી વેબ સીરીઝ ‘મેન્ટેલહુડ’ની વિશેષ સ્ક્રિનિંગમાં કરીનાએ કહ્યું હતું કે, હું આ ફિલ્મ માટે રોમાંચિત હતી કારણ કે, તેમાં હું ઇરફાન સાથે કામ કરતી હતી. મને ઇરફાન ગમે છે. મને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા સાથે કામ કરવાની તક મળી અને મને લાગે છે કે તે મારા માટે ખૂબ આદરજનક છે.”