ભારતીય સ્ત્રીઓ પાસે સાડી હોવાનીજ સાડી પરિધાનમાં સ્ત્રી હંમેશા સુંદર અને સેક્સી લાગે છે પરફેક્ટ લાગતી સ્ત્રી સાડીમાં શોભી ઉઠે છે આમ સાડીઓ એથનિક લુક માટે પરફેક્ટ છે. ઘણી વખત એવું થાય છે કે તમારી કેટલીક સાડીઓ અથવા તમારી મમ્મીની કોઈ સાડી તમારી ફેવરિટ હોય છે, પરંતુ તમે તેને પહેરી નથી શકતા અથવા તેનો ટ્રેન્ડ જૂનો થઈ ગયો છે. જો કોઈ સાડી તમને ખૂબ પસંદ છે તો તમે તેનાથી એક નવો ડ્રેસ અથવા ગાઉન બનાવી શકો છો. કેટલાક સ્ટાઇલિશ ડ્રેસિસ અને ગાઉન્સ ને જૂની સાડીમાંથી બની શકે છે અને તમે તેને સ્ટાઇલની સાથે કેરી કરી શકો છો.
કોન્ટ્રાસ બોર્ડરવાળી પ્લેન સાડીને તમે ડ્રેસમાં બદલી શકો છો. તેને ટ્રેન્ડી લુક આપવા માટે તમે પાછળની તરફ બટન લગાવડાવી શકો છો. તમે ઈચ્છો તો કોન્ટ્રાસ્ટિંગ બોર્ડરના થોડા ભાગને સ્લીવ્સમાં આગળની તરફ પણ અટેચ કરાવી શકો છો.
જો તમારી મમ્મીની કોઈ હેવી સાડી પડી-પડી ખરાબ થઈ રહી છે તો તેમાંથી એથનિક ગાઉન બનાવી શકાય છે. તેમાં પ્લેનવાળા ભાગને ઉપરની તરફ અને હેવી ભાગને સ્કર્ટ લાઇનમાં રાખો. તેને તમે ફંક્શન્સમાં પણ કેરી કરી શકો છો.
તમારી સિલ્કની સાડીમાંથી તમે સિમ્પલ પરંતુ સ્ટાઇલિશ ડ્રેસ બનાવી શકો છો. તેની બોર્ડરને હેમલાઇન અને નેકલાઇનમાં લગાવો. આ તમને સિમ્પલ અને સોબર લુક આપશે.
આમ તમે જૂની સાડીને નવી સ્ટાઇલ મુજબ સરળતાથી કેરી કરી શકો છો. આ ડ્રેસને તમે કોઈ ફંકશન કે પાર્ટીમાં પહેરી શકો છો