ફેશન અને ટ્રેન્ડ મુજબ કપડા પહેરવાથી તમે ખુબજ આકર્ષક અને સુંદર લાગો છો.દરેક યુવતી ભારતીય અને વેસ્ટર્ન કપડા પહેરતી જ હોય છે એંકલ ફિટ ટ્રાઉઝર્સ અને સ્કિન ટાઇટ જીન્સની જગ્યાએ આજકાલ લેગ્ડ પેન્ટ્સ ખૂબ પોપ્યુલર થઈ રહ્યા છે. બેગી લુકવાળા આ પેન્ટ્સ તમારી કન્ફર્ટનેસના કારણે સમર સીઝન પછી હવે વિન્ટરમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ પેન્ટ્સની ખાસ વાત એ છે કે તેઓ ફોર્મલ અને કેઝુઅલ બંને રીતે કેરી કરી શકાય છે.
સાટિન અને ક્રેપ ફેબ્રિકમાં આ પેન્ટ ફોલિંગ લુક આપે છે. આ સીઝન વાઇડ લેગ સ્ટાઇલમાં સ્ટ્રાઇપ્ડ પેન્ટ્સ ખૂબ પોપ્યુલર થઈ રહ્યા છે. ઓછી હાઇટવાળી યુવતીઓ આ પેન્ટની સાથે ફ્રીલ સ્લીવ્સ વિન્ટર ક્રોપ ટોપ કેરી કરી સ્ટાઇલિશ લુક મેળવી શકે છે.
પાર્ટી માટે જઈ રહ્યા છો તો મેટેલિક વાઇડ લેગ્ડ પેન્ટ્સ પહેરો. વિન્ટર્સમાં તેની સાથે તમે સ્વેટર કેરી કરો. જેકેટ્સની સાથે પણ આ સારા લાગશે। આ સાથેજ તમે વાઇડ લેગ્ડ પર ફ્રન્ટ સાઇડમાં પ્લીટ્સ પેન્ટ્સ ટ્રાય કરી શકો છો। કેટલાક પેન્ટ્સમાં પહોળા ટાઇટ બેલ્ટ હોય છે અને તેની નીચેથી પ્લીટ્સની શરૂઆત થાય છે જ્યારે કેટલાકમાં બેલ્ટથી જ પ્લીટ્સની શરૂઆત થઈ જાય છે. વિન્ટરમાં આ વેલવેટમાં પણ અવેલેબલ છે. ઓફિસમાં ફોર્મલ લુક માટે તેને શર્ટ અથવા ટોપની સાથે પહેરો.
જ્યાં સુધી કેઝુઅલ લુકનો સવાલ છે, તેના માટે ફ્લોરલ વાઇડ લેગ્ડ પેન્ટ્સ પરફેક્ટ છે. આ વિન્ટર સીઝન દરમિયાન આ પેન્ટ્સને લેધર જેકેટ્સની સાથે કેરી કરો. બાઇકર અથવા બોમ્બર લેધર જેકેટની સાથે ફ્લોરલ હાઇ વેસ્ટ વાઇડ લેગ્ડ પેન્ટ્સ સારા લાગશે.
આમ તમે હવે સરળતાથી કેરી કરી શકો તેવા પરિધાન પહેરી ખુબ સુંદર અને જાજરમાન લાગશો