બપોરનુ ભોજન રાતનું ભોજન અને નાસ્તાની વિવિધ વાનગીઓના વૈવિધ્ય માટે ભારત જાણીતુ છે દેશની એક ફૂડ ડિલિવરી કંપનીએ 2021માં લોકોએ સૌથી વધારે કઈ વાનગીઓ ઓર્ડર કરી છે તેની જાણકારી જાહેર કરી છે અને તે પ્રમાણે સમોસા ભારતીયોની 2021માં ફેવરિટ વાનગી રહી છે જાણકારી પ્રમાણે ફૂડ ડિલિવરી કંપનીને સમોસાના 50 લાખ ઓર્ડર મળ્યા હતા જે ન્યૂઝીલેન્ડની વસતી જેટલા છે સમોસા બાદ પાંવભાજીના 21 લાખ અને ગુલાબ જાંબુના 21 લાખ ઓર્ડર કંપનીને મળ્યા હતા આમ લોકપ્રિયતામાં આ બંને વાનગીઓ બીજા સ્થાને રહી છે.
બિરયાની હજી પણ લોકપ્રિય છે આ વર્ષે દર મિનિટે કંપનીને બિરિયાનીના 115 ઓર્ડર મળ્યા હતા રાતના 10 વાગ્યા પછી લોકો મોટાભાગે ચીઝ ગાર્લિક બ્રેડ પોપકોર્ન અને ફ્રેન્ચ ફ્રાઈઝ વધારે મંગાવતા હોવાનુ કંપનીનુ કહેવુ છે શાકભાજી અને ફળોની વાત કરવામાં આવે તો ટામેટા કેળા અને ડુંગળી બટાકા તેમજ લીલા મરચા ટોપ પાંચમાં છે લોકોએ ઓનલાઈન એટલા ટામેટા મંગાવ્યા હતા કે તેનાથી 11 વર્ષ સુધી સ્પેનનો ટોમાટિનો ફેસ્ટિવલ આયોજીત કરી શકાય આ સિવાય 2021 દરમિયાન લોકોએ ઈન્સ્ટન્ટ નૂડલન્સના 14 લાખ પેકેટ ચોકલેટના 31 લાખ પેકેટ અને આઈસક્રીમના 23 લાખ ઓર્ડર આપ્યા હતા.