નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન 4 જૂને વીડિયો લિંક દ્વારા વડાપ્રધાન મોદીને મળવાના છે. બેઠક પૂર્વે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સમોસા બનાવ્યા હતા જે તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને લખ્યું હતું કે હું આ (સમોસા) ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શેર કરવા માંગુ છું. આ ટ્વીટ બાદ ટ્વિટર પણ #સમોસા ટ્રેન્ડ કરી રહ્યું છે. મોરિસને 30 મે, રવિવારે ટ્વિટ કર્યું હતું કે, કેરીની ચટણી સાથે સમોસા. વીડિયો લિંક દ્વારા આ અઠવાડિયે નરેન્દ્ર મોદી સાથે મારી મુલાકાત છે. તેઓ શાકાહારી છે, હું તેમની સાથે સમોસા ખાવા માંગુ છું.
મોરિસનના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, બંને દેશો “હિંદ મહાસાગર સાથે જોડાયેલા છે અને ભારતીય સમોસાની જેમ એક થયા છે. વડાપ્રધાન સ્કોટ મોરિસન સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે આપણે કોવિડ -19 સામે નિર્ણાયક વિજય મેળવશું, ત્યારે આપણે સાથે મળીને સમોસાની મજા માણીશું. જૂન 4 પરની આપણી વિડીયો મિટિંગની રાહ જોઈ રહ્યા છીએ. ”