સામગ્રી
4 વધેલી રોટલી
1 નંગ બારીક સમારેલી ડુંગળી
1 નંગ બારીક સમારેલું કેપ્સિકમ
1 નંગ બાફીને છીણેલું બટાકું
2 નંગ બારીક સમારેલા તીખા લીલા મરચા
ચપટી હળદર
1/2 ટી સ્પૂન જીરુ પાઉડર
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
2 ટે. સ્પૂન કોર્ન ફ્લોર
સ્વાદાનુંસાર મીઠું
1 ટે. સ્પૂન બારીક સમારેલી કોથમીર
તળવા માટે તેલ
સ્ટેપ 1
રોટલીના ટુકડા કરી લો. તેને એક મિક્સર જારમાં લઈ લો. રોટલીના ટુકડાને બારીક ક્રશ કરી લો.
સ્ટેપ 2
ક્રશ કરેલી રોટલીને બાઉલમાં લઈ લો. તેમાં સમારેલી ડુંગળી, સમારેલું કેપ્સિકમ, બાફીને છીણેલું બટાકું, બારીક સમારેલા તીખા લીલા મરચા, હળદર, જીરુ પાઉડર, કોર્ન ફ્લોર, ગરમ મસાલો, મીઠું તેમજ સમારેલી કોથમીર લઈને હાથથી સરસ રીતે મિક્સ કરી લો.
સ્ટેપ 4
મિશ્રણમાંથી મીડિયમ સાઈઝની ગોળ ટિક્કી વાળી લો. અથવા કટલેટના મોલ્ડમાં પણ તેને કરી શકો છો.
સ્ટેપ 5
એક પેન 2-3 ટે. સ્પૂન જેટલું તેલ થઈને કટલેટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેલ્લો ફ્રાય કરી લો. બાદમાં બીજી સાઈડ પણ કટલેટને આ જ રીતે શેલ્લો ફ્રાય કરી લો. તમે ઈચ્છો તો કટલેટને તળી પણ શકો છો. તો તૈયાર છે લેફ્ટ ઓવર રોટલીમાંથી બનેલી કટલેટ. કટલેટને સર્વિંગ પ્લેટમાં લઈને ગ્રીન ચટણી અથવા ટામેટા સોસ અથવા દહીં સાથે સર્વ કરો.