આ ઈવેન્ટમાં કંપની આઈફોન 8ની સાથે અન્ય પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈફોન લોન્ચના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે માટે ફેન્સ આ ઈવેન્ટની વધારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છેઈવેન્ટમાં કંપની ઓછામાં ઓછી 3 ડિવાઈસ લોન્ચ કરી શકે છે. આ સાથે જ કંપની એપલ ટીવી મીડિયા સ્ટ્રીમિંગ ડિવાઈસ પણ અપગ્રેડ કરી શકે છે. આ ડિવાઈસમાં 4G અને HDR ટેક્નોલોજી માટે સપોર્ટ હોવાની સંભાવના છે.
ઓગમેન્ટેડ રિયાલિટી (AR) એપલના નવા iPhone 8માં મોટી ભૂમિકા ભજવશે. તાજેતરમાં જ કંપનીએ તેની વર્લ્ડ વાઇડ ડેવલપર કોન્ફરન્સ (WWDC)માં iOS 11 માટે AR ફીચર અંગે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. તેમાં કંપનીએ પોતાના AR ડેવલપમેન્ટ પ્લેટફોર્મ (ARKit)ની જાહેરાત કરી હતી.
iPhone 8માં વાયરલેસ અને વોટરપ્રૂફ ચાર્જિંગ જેવા ફીચર્સ હોઈ શકે છે. કંપની હવે Apple payથી આગળ વધી નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન્સ (NFC) સપોર્ટ પણ લાવી શકે છે. iPhone 8 એનએફસી ફીચર્સથી સજ્જ હશે. યુઝર્સ એનએફસીનો ઉપયોગ કરી એપલ વોચને iPhone સાથે જોડી શકશે. ઉપરાંત સ્ટોર્સ પર ઓનલાઇન પેમેન્ટ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે. આ સિવાય Siriમાં પણ અપડેટ હોઈ શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે, એપલના આ ફોનની કિંમત 64,000થી શરૂ થશે અને અન્ય વેરિયન્ટની કિંમત 70,000 રૂપિયા સુઘી હોઈ શકે છે. હાલમાં iPhone 7 plus (256GB) એપલનો સૌથી મોંઘો ફોન છે, જેની કિંમત લગભગ 62,000 રૂપિયા છે. iPhone 8ના બે વર્ઝન 256GB અને 512GBમાં આવી શકે છે.